લાખણી તાલુકાના આગથળા પોલીસ મથકે પી આઇ તરીકે વી. બી. વંશ ચાર્જ સંભાળ્યો છે ત્યારથી સમગ્ર તાલુકા મા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારતા લોકોમાં આનંદ ની લાગણી છવાઈ ગઈ છે ત્યારે લાખણી ખાતે તાજેતમાં ટ્રેનીંગ પુર્ણ કરનાર વી બી વંશની પી આઈ તરીકે પ્રોબેસન પીરીયડ મા નિમુનક કરાઈ છે ત્યારે તેઓ એ ચાર્જ સંભાળ્યા બાદ પોલિસ જવાનોને સાથે રાખી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પ્રાથમિકતા આપી છે. જેમા તેમની કામ કરવાની આગવી આવડત અને કડક મીજાજનાં કારણે ગુનાખોરી માનસ તત્વો ભૂર્ગભમાં ઉતરી ગયા છે અસામાજિક તત્વો અને બૂટલેગરો માં ફફડાટ વ્યાપી ગયો છે ટ્રાફિક માં પણ પોલિસ સ્ટાફ સાથે ખડે પગે રહી ડ્રાઇવ ઝુંબેશ ચલાવતા ટ્રાફિક હળવું બન્યું છે ગુનાખોરી માં પણ ઘટાડો થયો છે રાત્રે 2 વાગે પણ સ્ટેરીંગ ઓપરેશન હાથ ધરીને લુખ્ખા તત્વો ને અંજામ આપ્યો છે જેથી ટૂંકા ગાળામાં પી આઈ વી બી વંશ આ વિસ્તારમાં ભારે લોકચાહના મેળવી છે અને તેમની કામગીરી દીપી ઊઠી છે
આ વિસ્તારમાં લેડી સિંઘમ તરીકે ઘર ઘર જાણીતા બન્યા છે
અહેવાલ – વિક્રમ રાજપુત (બનાસકાંઠા)