કલોલની સેન્ટ ઝેવિયર સ્કૂલ ખાતે 38 મો વાર્ષિક રમતોત્સવ યોજાયો
સંસ્થાની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ ખાતે 38 માં વાર્ષિક મહોત્સવ ૨૦૨૨ – ૨૩ નું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના જુનિયર કે.જી થી ધોરણ ૧૨ સુધીના વિધાર્થી ભાઈ – બેહનો ઓ એ ૫૦ અને ૧૦૦ મીટર દોડ, ઊંધી દોડ, સ્ટેદિંગ બ્રોડ જંપ, કોથળા દોડ, રિલે દોડ, ગોલાફેક, સ્લો સાઇકલ રેસ જેવી બીજી પણ રમતો રમાડવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ એ ભાગ લીધો
આ રમતોત્સવ ની શરૂઆત પ્રાર્થના ગીત મહેમાનનું સ્વાગત સન્માન દંગલ ડાન્સ પરેડ ધ્વજારોહણ માર્ચ લાસ્ટ સલામી વ્યાયામ જ્યોત નું આગમન માસ પીટી વ્યાયામ નિર્દેશન પ્રદર્શન અને મહેમાનોના ઉદબોધન ખેલાડીઓની પ્રતિજ્ઞા સાથે ખુલ્લો મુકાયો હતો
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સ્મિતાબેન મેકવાન અતિથિ વિશેષ ભાવિક પબ્લિકેશન ના ડાયરેક્ટર ગૌરાંગભાઈ ડી પટેલ અને ડોક્ટર દ્રુપદ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.