કલોલ ખાતે શ્રમિકો બે માસથી ધરણા પર છતાં કોઈ પરિણામશૂન્ય નહીં કલોલની સિન્ટેક્સમાંથી છુટા કરાયેલ કામદારોએ રેલી યોજવા મંજૂરી કરી માંગ.
કલોલની સિન્ટેક્સ કંપનીમાંથી છુટા કરાયેલ કામદારોએ મામલતદારને આવેદનપત્ર સોંપી પરિવાર સાથે રેલી યોજવાની માંગ કરી છે.
તંત્ર દ્વારા શાંતિપૂર્ણ રેલી માટે મંજુરી આપવામાં આવતી ન હોવાથી બેરોજગાર બનેલા કલોલ sintex વેલસ્પન ના શ્રમિકો મામલતદાર કચેરીએ ઉમટી પડી હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
શ્રમિકોએ મામલતદાર કચેરીમાં સૂત્રોચ્ચાર કરતા વાતાવરણ ગરમાયું પોલીસ પણ દોડતી આવી પહોંચી હતી.
કલોલની સિન્ટેક્સ કંપનીએ આગોતરી જાણ વગર અચાનક ૨૭૮ કામદારોને નોકરીમાંથી છુટા કરી દીધા છે. જેને પગલે નવજીવન મિલની ચાલી પાસે છેલ્લા બે માસથી કામદારો ધરણા પર બેઠા છે. આ કામદારોને પોતાના પરિવાર સાથે રેલી યોજવાની મંજૂરી આપવામાં આવતી નથી. શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી ન અપાતા રોષ ફાટી નીકળ્યો છે. કલોલની મામલતદાર કચેરી ખાતે શ્રમિકો ઉમટી પડ્યા હતા અને પરિવાર સાથે રેલી કાઢવાની મંજૂરી આપવા રજૂઆત કરી હતી. કેટલાય સમયથી રેલીની મંજૂરી આપવામાં નહી.
સિન્ટેક્સ કંપની નાદાર જાહેર થયા બાદ વેલસ્પન ગ્રુપ દ્વારા ખરીદવામાં આવી છે. કંપનીના નવા મેનેજમેન્ટે વર્ષોથી કામ કરતા કામદારોને છુટા કરતા કારમી મોંઘવારીમાં ઘર ચલાવવું અઘરું થઇ ગયુંછે. શ્રમિકોના બાળકોના શિક્ષણ પર અસર થઇ રહી છે.તથા અગામી સમયમાં તહેવારો પણ આવી રહ્યા છે તે દરમિયાન આ બેરોજગાર બનેલા કામદારોએ નોકરીમાં પરત લેવા કંપની તેમજ સ૨કા૨માં અનેક વખત રજૂઆત કરી હોવા છતાં તેમની કોઈ વાત સાંભળવા તૈયાર ન હોવાનું સામે આવ્યું હતું આ સંજોગોમાં કામદારો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણીએ પણ જોર પકડ્યું છે.