કલોલના ન્યુ પંચવટી વિસ્તારમાં આવેલ નિર્મિત ક્રિસ્ટલ ફ્લેટ ખાતે ગણા વર્ષોથી સામૂહિક નવરાત્રી નું આયોજન કરવામાં આવે છે ત્યાં નિર્મિત ક્રિસ્ટલ માં અહી એક પરિવાર ની જેમ રહે છે.
ત્યારે નવરાત્રી મા નવ દિવસ તમામ લોકો સાથે મળી નવરાત્રીમાં નવેનવ દિવસ માં આંબા ની આરાધના અને પૂજન સાથે મળી કરે છે ત્યારે નવરાત્રિના છઠા નોરતે નિર્મિત માં રેહતા તમામ રહીશો માં ગરબે ગુમતાં ખેલૈયાઓ વિવિધ પ્રકાર ની વેશભૂષા માં ગરબે ઘુમતા જોવા મળ્યા.
જેમાં શાકભાજી વાળા, પ્યાલા બરણી વાળા, કિશાન, ફોજી, પોલીસ, ડોકટર, તેમજ નવદુર્ગા, અને મહાદેવ, તેમજ અન્ય દેવી દેવતાઓ ના પાત્ર બખૂબી ભજવ્યા હતા આ તમામ વેશભૂષા માં મહારાણા પ્રતાપ નું પાત્ર જેકિભાઈ રાવલ એ ખૂબ સુંદર રીતે ભજવ્યું હતું નવરાત્રી મા નિર્મિત ક્રિસ્ટલ ના તમામ રહીશો ખુબજ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરી.