કલોલની સંતઅન્ના સ્કૂલ ખાતે ૪૪ મો રમતોત્સવ ઉજવાયો
કલોલ નગર પાલિકા ના પ્રમુખ શૈલેષભાઈ પટેલ, વોર્ડ ૧ ના કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ વાઘેલા, તેમજ નાયક મુખ્ય મહેમાન તરીકે પધારી રમતોત્સવ ને લીલી જંડી આપી હતી
ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર ખાતે આવેલ કેથોલિક સંસ્થા ની સંત અન્ના સ્કૂલ ખાતે ૪૪ મો વાર્ષિક મહોત્સવ યોજાયો જેમાં સ્કૂલ ના હોનહાર વિદ્યાર્થીઓ એ ભાગ લીધો રમતોત્સવ ની શરૂઆત પરેડ અને બ્યુગલ થી કરવામાં આવી
ત્યાર બાદ સ્કૂલના સિનિયર કે.જી ના બાળકો થી લઈ ધોરણ ૧૦ સુધીના બાળકો એ દેડકા કુદ, ચોકલેટ શોધ, ઊંધી દોડ,કોથળા દોડ,ત્રીપગી દોડ, દળા ફેક,૧૦૦ મીટર દોડ, દળા દોડ, દોરડા ખેંચ, દોડ રમકડા વિનમણી, બિસ્કીટ ખાવ, દડો પકડ, અંદર બહાર, લીંબુ ચમચી, બટાકા દોડ, સોય દોરો પરવવો, દોરડા કુદ તેમજ સંગીત ખુરશી જેવી રમતો માં મોટી સંખ્યા માં બાળકો એ ભાગ લીધો હતો
સ્કૂલ ના આ રમતોત્સવ માં અલગ અલગ ચાર ટીમો પાડવામાં આવી હતી લાલ(રેડ) વાદળી(બ્લ્યુ) લીલો(ગ્રીન) પીળો(યલ્લો) કલર ની ટીશર્ટ પેહરી ને બાળકો એ અલગ અલગ રમતો માં ભાગ લીધી
આ રમતો માં ભાગ લઈ પ્રથમ, બીજો અને ત્રીજો નંબર લાવનાર ખેલાડી ને સ્કૂલ તરફ થી ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યું