
કલોલ શહેરમાં દિન-પ્રતિદિન ચોરી લૂંટફાટ સહિતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક ઘટનામાં કલોલના કલ્યાણપુરામાં આવેલા આસુદેવ સોસાયટીમાં રહેતા સિદ્ધાર્થ ચંદ્રકાંતભાઈ શાહ નામ ના પાન મસાલા ગુટકાની ફેરી કરી કરે છે.
તેમની કાર કલોલ સિવીલ હોસ્પીટલ રોડ ઉપરથી પસાર થઈ રહી હતી. ત્યારે કોઈ અજાણ્યો ઈસમ તેમની ગાડી આગળ આવીને કહેવા લાગેલ કે તમારી ગાડીમાંથી ઓઈલ નીકળે છે. જેથી તેમણે ગાડી રોડની બાજુમાં કરી ઓઈલ જોવા માટે નીચે ઉતર્યા હતા. તે વખતે કોઈ ગઠીયો કારમાં પડેલું રૂપિયા દોઢ લાખ ભરેલું પાકીટ ચોરીને છુમંતર થઈ ગયો હતો. બનાવ અંગે તેઓએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
