કલોલ અનન્ય વિદ્યાલય ખાતે વિઝન રિવ્યુ નો પ્રદર્શન પ્રોગ્રામ યોજાયો.
કલોલ કે.આર.સી કેમ્પસ ખાતે આવેલ અનન્ય વિદ્યાલય ખાતે વિઝન રીવ્યુ પ્રદર્શન પ્રોગ્રામ યોજાયો આ પ્રદર્શન પ્રોગ્રામમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો દ્વારા દિવાળીના તહેવારો ને લઈને વિવિધ ઘરમાં ડેકોરેશન કરવા વાડી ચીજ વસ્તુઓ બાળકોએ તૈયાર કરી તેનું પ્રદર્શન યોજવામાં આવ્યું આ આ ડેકોરેશન ચીજ વસ્તુઓ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી હતી.
આ વસ્તુઓનું સ્કૂલ ખાતે પ્રદર્શન કરી સાથે સાથે તેનું વેચાણ પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ પ્રદર્શન ની ચીઝ વસ્તુઓનું વેચાણ કરેલ ચીજ વસ્તુઓની જે પણ કિંમત મળેલ તે વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.
શાળાના આચાર્યના જણાવ્યા મુજબ કે શાળામાં આવી એક્ટિવિટી કરવાથી બાળકોને ધંધા તેમજ બિઝનેસ અંગેનું વધુ નોલેજ મળે અને વધુ આગળ વધે તે હેતુથી આવા પ્રોગ્રામોનું પણ આયોજન કરવામાં આવે છે આ સિવાય પણ સ્કૂલમાં વિવિધ પ્રોગ્રામોનું પણ અને વિવિધ એક્ટિવિટીનું પણ શાળા દ્વારા કરવામાં આવે છે.