કલોલ ના ધારાસભ્ય એ તમામ નારાજ કોર્પોરેટરોને મનાવી લીધા.
પક્ષ સામે બાયો ચડાવનાર 9 કોર્પોરેટરો એ રાજીનામા પરત ખેંચી લીધા.
કલોલ નગરપાલિકાની તાજેતરની જનરલ બોર્ડની સભા યોજાઇ હતી જે પહેલા નવું કોર્પોરેટર એ રાજીનામાં ધરી લીધા હતા.

જનરલ બોર્ડની શરૂઆત થતા તે પહેલા રાજીનામાં પડી જવા ને લઈને ભારે ચકચાર મચી જવા પામી હતી.
જેમાં કલોલ ના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર ઉર્ફે બકાજી દ્વારા મધ્યસ્થાથી મામલો ઠાડે પડ્યો હતો અને તમામ કોર્પોરેટરે પોતાના રાજીના પરત ખેંચી લીધા હતા. આ અંગે માહિતી અનુસાર તાજેતરમાં જ કલોલ નગરપાલિકા નામની પ્રમુખની અધ્યક્ષતા માં પ્રથમ જનરલ બોર્ડ સભા યોજાઈ હતી આ સભા પહેલા જ નારાજ થયેલા નવ કોર્પોરેટરો રાજીનામાં ધરી દીધા હતાં રાજીનામાં આપનાર કોર્પોરેટર અગાઉ પણ પ્રમુખની નિયુક્તિ વખતે રાજીનામાં ધરી દીધા હતા.
સમગ્ર મામલે કલોલ ના ધારાસભ્ય લક્ષ્મણજીએ નારાજ કોર્પોરેટર ની વાત સાંભળી કોર્પોરેટરના વિસ્તારનાં કામો કરાઈ આપવાની ખાતરી આપતા સમગ્ર મામલો ઢાડે પડ્યો હતો અને નવે નવું કોર્પોરેટરો એ પોતાના પરત ખેંચી લેતા વિવાદોનો અંત જોવા મળ્યો હતો.
