Deprecated: strpos(): Passing null to parameter #1 ($haystack) of type string is deprecated in /home/admin/web/lakshnews.com/public_html/wp-content/plugins/magazine-blocks/includes/ScriptStyle.php on line 282

Deprecated: strpos(): Passing null to parameter #1 ($haystack) of type string is deprecated in /home/admin/web/lakshnews.com/public_html/wp-content/plugins/magazine-blocks/includes/ScriptStyle.php on line 282

Deprecated: strpos(): Passing null to parameter #1 ($haystack) of type string is deprecated in /home/admin/web/lakshnews.com/public_html/wp-content/plugins/magazine-blocks/includes/ScriptStyle.php on line 282

Deprecated: strpos(): Passing null to parameter #1 ($haystack) of type string is deprecated in /home/admin/web/lakshnews.com/public_html/wp-content/plugins/magazine-blocks/includes/ScriptStyle.php on line 282
  • Sat. Apr 19th, 2025

કલોલ ના ધાડપાડુઓ ને કયા જાંબાજ પોલીસ અધિકારીઓએ ઝડપી પાડ્યા.

Bylakshnews.com

Nov 5, 2023

કલોલના ધાડપાડુને એલસીબીએ દબોચ્યો

  • કલોલમાં નંદા મોટર્સ મારુતિ કારના શોરૂમમાં ચોકીદારને બંધક બનાવી છ લાખથી વધુની રકમ લૂંટી ગયા હતાં
  • ગાંધીનગર એલસીબીની ટીમે કલોલ, રાજકોટ સહિતની લૂંટ, ધાડ, ચોરી અને ઘર ફોડ સહિતના ૧૩ જેટલા ગુના ઉકેલી કાઢ્યાં

– ગાંધીનગર રાજ્યભરના વિવિધ શહેરોમાં ધાડ, લૂંટ, ચોરી અને ઘરફોડને અંજામ આપી તાજેતરમાં ગાંધીનગર જિલ્લાની પોલીસની ઊંઘ હરામ કરી નાખનાર ખજુરીયા ગેંગના મુખ્ય ધાડપાડુ સૂત્રધારની ગાંધીનગર જિલ્લાની એલસીબી 01અને 02ના અધિકારીઓ -કર્મચારીઓની ટીમે ધરપકડ કરી રાજ્યના વિવિધ શહેરોમાં આચરેલા 13 જેટલા ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલ કાઢ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીએ આપેલી વિગતો મુજબ ગત તા. ૧૯ ઓક્ટોબરની મોડી રાત્રે કલોલ હાઇવે પર આવેલા મારુતિ કારના નંદા મોટર્સ શો રૂમમાં 5 અજાણ્યા ચડ્ડી બનીયાનધારી ટોળકીની ગેંગ ત્રાટકી હતી. જેઓએ શોરૂમના ચોકીદારને બંધક બનાવી શોરૂમના તાળા તોડીને શોરૂમની કેશીયર રૂમમાંથી લોખંડની તિજોરી ઉઠાવી ગયા હતા. જે તિજોરીમાં રોકડ રૂપિયા 6.31 લાખ ઉપરાંત ચાંદીની મૂર્તિ અને સિક્કા પણ ધાડપાડુ ગેંગ ઉઠાવી ગઈ હતી. જે અંગેની કલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા રેન્જ આઇ.જી વિરેન્દ્ર યાદવ અને ખુદ એસપીએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. નંદા મોટર્સમાં બનેલી ઘટના અંગેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. ગુનાની ગંભીરતા સમજીને ઉચ્ચ અધિકારીઓએ ગાંધીનગર સ્થાનિક ગુના શોધક શાખા 01અને 02ના પીઆઇ દિવાનસિંહ વાળા અને હાર્દિક સિંહ પરમારને આ અંગે નક્કર કામગીરી કરવા સૂચના આપતા એલસીબી શાખાની બંને ટીમો કામે લાગી ગઈ હતી. પોલીસ ટીમે ગુનો કરવાની પદ્ધતિ સાથે બાતમીદારોને કામે લગાડતાં આખરે, ધાડપાડુ ગેંગનો મુખ્ય સૂત્રધાર કલોલમાંથી એલસીબીની ગિરફતમાં આવી ગયો છે.

  • ખૂંખાર આરોપીને પકડી પાડવા પોલીસે મજૂરનો વેશ ધારણ કર્યો હતો.
  • કલોલમાં મારુતિ કારના શોરૂમમાં ધાડ પાડીને છ લાખથી વધુની રકમ લઈ જનાર ગેંગનો મુખ્ય સૂત્રધાર કલોલથી માણસા જતા રોડના બ્રિજ પાસે ઉભો હોવાની માહિતી મળતા એલ.સી.બી ના પી.એસ.આઇ વી.એ. શાહ અને ડી.ડી ચાવડા સહિતની ટીમ મજુરના વેશમાં પુલ પાસે ગોઠવાઈ ગઈ હતી અને બાતમીના વર્ણન વાળો માણસ દેખાતા તેને દબોચી લેવામાં આવ્યો હતો.
  • દાહોદના ખજુરીયા ગામનો રામસિંગ કલોલના પૂર્વ વિસ્તારમાં રહેતો ને દિવસે મજૂરીની આડમાં રેકી કરી રાત્રે ધાડ પાડતો ગાંધીનગર એલસીબીના હાથે પકડાયેલો ધાડપાડુ રામસિંગ મૂળ દાહોદ જિલ્લાના આંબલી ખજુરીયા ગામનો રહેવાસી છે અને હાલે કલોલના પૂર્વ વિસ્તારના ગોસાઈ કુંજ સોસાયટી પાસેના લક્ષ્મી કાંટા પાસે રહે છે. જે દિવસે મજૂરી કામના બહાને રેકી કરીને પોતાના સાગરીતોને બોલાવી રાત્રે ચોરી, લૂંટની ઘટનાઓને અંજામ આપતો હોય છે. અગાઉ પણ તે આવા અનેક ગુનામાં પકડાયેલો છે અને હાલે જામીન પર છૂટ્યા બાદ ફરી પાછી ગેંગ બનાવીને ઘટનાઓને અંજામ આપી રહ્યો હતો. પોલીસે તેની અગાઉની મોરસ ઓપરેન્ડીને ધ્યાને રાખી સીસીટીવી સહિતના ટેકનિકલ સોર્સનો સહારો લઈ પોલીસે તેને દબોચી લીધો છે. જ્યારે તેના છ થી વધુ સાગરીતોને પકડવાના બાકી હોય પોલીસે તેમને દબોચી લેવા માટે કવાયત હાથ ધરી છે.
  • આ જાંબાજ પોલીસ અધિકારીઓએ ખૂંખાર આરોપીને પકડી પાડવા કમરકસી હતી
  • (૧) ડી.બી.વાળા, પોલીસ ઇન્સ્પેક્ટર
  • (૨) એચ.પી.પરમાર,પોલીસ ઇન્સ્પેક્ટર
  • (૩) વી.એ.શાહ,પો.સબ.ઇન્સ.
  • (૪) ડી.ડી.ચાવડા, પો.સબ.ઇન્સ
  • (૫) એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ રાજુસિંહ
  • (૬) હે.કો.નરેશભાઇ વીરજીભાઇ
  • (૭) હે.કો. દિગ્વિજયસિંહ ચંદનસિંહ
  • (૮) હે.કો. કિરપાલસિંહ વનરાજસિંહ
  • (૯)હે.કો. વિજયકુમાર ભીખાભાઇ
  • (૧૦) પો.કો. વિરેન્દ્રસિંહ દિલીપસિંહ
  • (૧૧) પો.કો.રાજવિરસિંહ અત્તરસિંહ
  • (૧૨)પો.કો. જયદિપસિંહ સહેન્દ્રસિંહ
  • (૧૩) વુ.પો.કો. કૈલાશબા બળવંતસિંહ
  • (૧૪) વુ.પો.કો. જ્યોતીકુમારી બ્રીજમોહને જહેમત ઉઠાવીને આરોપીને પકડી પાડી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં તેને કરેલા 13 જેટલા ગુનાનો ભેદ ઉકેલ કાઢ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed