આયુર્વેદિકસિરપની આડમાં માદક પદાર્થ-કેફી પીણાનું વેચાણ કરતા શખ્સો વિરુદ્ધ કલોલ શહેર પોલીસની
કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.
કલોલમાં આયુર્વેદિક પીણાના નામે કેફી પદાર્થોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.જેને પગલે યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે. કેફી પદાર્થો વેચનાર તત્વો કોઈપણ જાતના ડર વગર બિન્દાસ વેપાર કરી રહ્યા છે. કલોલ શહેર પોલીસે ગેર કાયદેસર અને પાસ-પરમિટ વગર માદક પદાર્થ તેમજ કેફી પીણાનું વેચાણ કરનાર ઈસમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ચાર સ્થળેથી દરોડો પાડીને રૂ.૨૯,૦૪૦ ની કુલ ૨૦૪ નશાકારક પીણાની બોટલ જપ્ત કરી હતી.
કલોલ પોલીસ દ્વારા શહેરમાં નશા માટે ઉપયોગમાં લેવાતી સિરપનું વેચાણ કરતા પાન પાર્લર પર દરોડા પાડયા હતા. પોલીસે મળેલ બાતમીને આધારે રેડ કરતા અંબિકા બસ સ્ટેન્ડ પાસે આવેલા આશાપુરા પાન પાર્લર, શુકન એવન્યુમાં આવેલ બજરંગ પાન પાર્લર, સન એન જોય કેક શોપ તેમજ અઘોરી પાન પાર્લર માંથી ૨૯,૪૪૦ રૂપિયાની આ પાન પાર્લરમાં આયુર્વેદિક દવાની આડમાં કફ સીરપનો જથ્થો રાખી વેચાણ કરતા યુવાધનને નશાના રવાડે ચડાવતા હોવાનું સામે આવતા સંચાલક દિનેશભાઈ છગનભાઈ પ્રજાપતિ, મહેન્દ્ર મોઘજીભાઈ પાટીદાર, ઝીશાન શમસેરઅંસારી અને રાહુલ વિષ્ણુભાઈ પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.