કલોલ શહેર અને તાલુકામાં વ્યાજ ખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. લોકો દ્વારા વ્યાજ સહિત રકમ ચુકતે કરી આપવા છતા વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી લોકોને હેરાન કરતા હોય છે. આવી જ એક ઘટના કલોલ શહેરમાંથી સામે આવી છે. રેલવે પૂર્વ વિસ્તારની કેશવકૃપા સોસાયટીમાં રહેતા બબાજી જીવાજી ચૌહાણ તેમની ઉંમર આશરે 38 વર્ષ હતી. તે પોતે આઇસર ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મકાન માટે તેમણે વ્યાજે રૂપિયા લીધા હતા. તેમાં અમુક રકમ પરત કરી હોવા છતાં વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી.
બબાજીના પત્નિના જણાવ્યાં મુજબ, બાવાજીએ બે વ્યાજખોરો પાસેથી છ માસ પહેલા 65 હજાર અને બીજા પાસેથી 20 હજાર 10 ટકા વ્યાજે લીધા હતા. જેના વ્યાજના હપ્તા સાથે મરણ જનાર રોજ 250 રૂપિયા લેખે હપ્તા ચૂકવતા હતા. જે રકમમાં 65 હજારમાંથી 50 હજાર અને 20 હજારમાંથી 10 હજાર વ્યાજ સાથે આ બંને વ્યાજખોરોને ચૂકવી આપ્યા હતા. છતાં બાકીના 15000ના વ્યાજ સાથે 1 લાખ અને બાકીના 10 હજારના વ્યાજ સાથે 18 રૂપિયા ચૂકવી આપવા કડક ઉઘરાણી કરતા હતા. આરોપીઓએ મરણ જનારને લાફો મારી અપશબ્દો પણ બોલતા હતા.
વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને માનસિક ત્રાસ તથા ધમકીથી કંટાળી બબાજી જીવાજી ચૌહાણએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પીડિતને સારવાર અર્થે રાજેશ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. ત્યાં સારવાર દરમ્યાન 3 દિવસ મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવ અંગે માત્ર પહેલા જાણવાજોગ ફરિયાદી દાખલ કરી હતી. જો કે, આજે સારવાર દરમિયાન બબાજી જીવાજી ચૌહાણનું મૃત્યુ થયું હતું મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે કલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી. બનાવ અંગે પોલીસે આઈ.પી.સી એકટ મુજબ આરોપીઓ વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી તાપસ હાથ ધરી હતી.