મે. કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ ગુજરાત રાજ્ય નાઓએ કરેલ સુચના મુજબ ૬ ઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ ની ઉજવણી – ૨૦૨૩ અન્વયે ગાંધીનગર જિલ્લા કમાન્ડન્ટ અને DYSP મુખ્ય મથક અમી પટેલ સાહેબ તથા જિલ્લા ના હેડ ક્લાર્ક ગંગ સ્વ. રૂપલબેન મુનિયા ના માર્ગદર્શન હેઠળ કલોલ હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડિંગ માનોજભાઇ કે પરમાર ના નેતૃત્વ માં કલોલ યુનિટ દ્વારા આજ રોજ સેરોમેનિયલ પરેડ તેમજ રૂટ માર્ચ યોજવામાં આવેલ
જે કલોલ ના મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવેલ તેમજ મહિલા હોમગાર્ડ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ તથા વ્યસન મુક્તિ માટે જન જાગૃતિ લાવવા હાથમાં બેનરો સાથે રેલી યોજવામાં આવેલ ત્યાર બાદ મહા માનવ ભારત રત્ન ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર મહા નિર્વાણ દિન નિમિત્તે આંબેડકર ત્રણ રસ્તા ખાતે આવેલ ડૉ.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર વિધિ નો કાર્યક્રમ રાખવામાં આવેલ
આમ ૬ છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ ની સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવેલ અને વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ જેમાં કલોલ યુનિટના કંપની કમાન્ડરપી.એસ.યાદવ,સિનિયર પ્લાટુન કમાન્ડર બી.એમ.સોલંકી,સિનિયર પ્લાટુન કમાન્ડર પી.એ.ચાવડા એન.સી.ઓ હોમગાર્ડઝ મહિલા/પુરુષ સભ્યોએ મોટી સંખ્યામાં હાજર રહી ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ.