કલોલમાં દબાણકર્તાનો માલસામાન જપ્ત કરાયો ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ કાર્યવાહી કરી.

કલોલના કલ્યાણપુરા શાકમાર્કેટ આસપાસ શાકભાજીની લારીઓ વાળાનું બેફામ દબાણ થઈ જતા આવવા જવાનો માર્ગ અવરોધાઈ ગયો હતો. લઈને કલ્યાણપુરા સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને રસ્તો સાંકડો થઈ જતા વાહન ચાલકોને પસાર થવામાં તકલીફ પડી રહી હતી. કલોલ શહેર પોલીસે લારીઓ હટાવવાની કામગીરી કરી હતી. કલોલ પોલીસે બજારમાં આવેલ દુકાનો આગળથી પણ માલ સામાન જપ્ત કર્યો હતો.
કલોલના જાહેર માગો પર દુકાનદારો દ્વારા રોડ આગળ જ માલ સામાન મૂકી વેચાણ કરવામાં આવતું હોવાનું ધ્યાને આવતા પોલીસ દ્વારા કામગીરી કરાઈ હતી. પોલીસે ટ્રેક્ટર ભરી માલ સામાન જપ્ત કરી દીધો હતો. કલોલ પોલીસ સતત બે દિવસથી ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે કામગીરી કરી રહી છે. કલોલ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં લારીઓ તેમજ વેપારીઓના ઓટલાને કારણે પસાર થનારાઓ હાલાકી ભોગવી રહ્યા છે.
જેને લઈને હવે કલોલ વાસીઓ આ ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિકાલ થાય લોકોમાં ચર્ચા થઈ રહી છે

હવે વધુ વિગત માટે અમારા facebook ઉપર લાઈક તેમજ ફોલો કરવાનું ભૂલશો નહીં
👇 નીચે આપેલી લીંક પર ક્લિક કરી શકો છો.
આભાર
https://www.facebook.com/profile.php?id=61554542354464&mibextid=ZbWKwL