ગટર લાઈન, પીવાના પાણીની સમસ્યા, સ્ટીટ લાઈટો અને રોડ રસ્તા થી પ્રજા ત્રાહિમામ
ગુજરાત રાજ્યના ભચાઉ તાલુકાના લાકડિયા ગામે વિકાસ નો વંટોળ ઉભો થયો પ્રજાએ ચુંટણીમાં ખોબલે ખોબલે વોટ આપ્યા પરંતુ ગ્રામજનો ના સપના અધુરાજ રહ્યા સ્થાનિકો ને મળતી પ્રાથમિક સુવિધાઓ પીવાનું શુદ્ધ પાણી, જાહેર માર્ગો – રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટો તેમજ ગટર લાઈન ની સુવિધાઓ થી વંચિત પ્રજા વારંવાર ગ્રામજનો દ્વારા લેખિત તેમજ મૌખિક ફરિયાદો કરવા છતાં કોઈ ને કાંઈ પરવા નથી

મામલતદાર, પુરવઠા વિભાગ કે પછી ત્યાંના ધારાસભ્ય હોય પ્રજા માટે કામ કરવા નો સમય નથી તેવું ત્યાંની પ્રજા ને લાગી રહ્યું છે ત્યારે હેરાન પ્રજાએ ધારાસભ્ય ને તેમજ મામલતદાર આવેદન પત્ર આપ્યું ત્યારે પ્રજાની મુશ્કેલીઓ તાત્કાલિક અસરથી સંતોષાય તેવી બાહેધરી આપવામાં આવી છે હવે જોવાનું રહ્યું આ આવેદન પત્ર ને ક્યારે સરકારી અધિકારી દયાને લેશે
આ આવેદન પત્ર આપવા ભચાઉ તાલુકાના લાકડિયા ગામના સામાજિક કાર્યકર નીલ વિઝોડા ની આગેવાની હેઠળ લાકડીયા ગામના ગ્રામપંચાયત ના સદસ્ય પ્રકાશભાઈ કોળી, વિક્રમભાઈ ઠાકોર, દિલીપભાઈ કોળી, હિતેશ પોમાણી, મગન પોમાણી, પરવીન પોમાણી, ગંગારામ કોળી,દાઉદ મીર,ઇશાક કુંભાર,સંધિકકુંભાર, નાગજીભાઈ , પ્રેમજીભાઈ, સામજીભાઈ , મગનકોળી ,ભરતભાઈ, જીતેશઠાકોર, બાબુભાઈ,તુફાન,સુરેશ ભાઈ કોળી,સુરેશ સાલાની, દેવજી ,બબાભાઇ,રોહિત વઘાણી, હરેશ પાટડીયા, ધર્મશી,સામા, નગજી વાઘાણી,મુકેશ મોરવાડીયા, અશોક,અરવિદ ચૌહાણ,અમરશી કારું, ખોડાભાઈ ,નિલેશ , મોટી સંખ્યા માં ગ્રામજનો જોડાયા હતાં