કલોલ ના રેલ્વેપૂર્વ માં આવેલ આંબેડકર ભવન ખાતે ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર અને ચીફ ઓફિસર મનોજભાઈ સોલંકી, કલોલ નગરપાલિકા O.S પ્રદીપભાઈ દવે, દ્વારા દીપ પ્રાગટય કરી સેવાસેતુ ખુલ્લો મુકાયો
સેવાસેતુ કાર્યક્રમ માં કલોલ પૂર્વ વિસ્તાર ખાતે આવેલી વોર્ડ નંબર ૪/ પ અને ૧૧ સ્થાનિક ને સરકારની વિવિધ યોજનાઓ નો લાભ આપવામાં આવ્યો
આ સેવાસેતુ કાર્યક્રમ માં મેડિકલ સુવિધા, આધારકાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા તેમજ અન્ય સરકાર માન્ય વિવિધ યોજનોની કામગીરી કરવામાં આવી
આ કાર્યક્રમમાં ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર અને કલોલ નગરપાલિકા ચીફ ઓફિસર મનોજભાઈ સોલંકી, કલોલ નગરપાલિકા OS પ્રદીપભાઈ દવે , કલોલ નગરપાલિકા ઉપપ્રમુખ હિમાક્ષીબેન સોલંકી, ભરતભાઈ સોલંકી, પંકજભાઈ પરમાર તેમજ કલોલ નગરપાલિકા સ્ટાફ,કલોલ મામલતદાર કચેરી સ્ટાફ, ઉતર ગુજરાત વીજ કંપની, આરોગ્ય તંત્ર તેમજ અન્ય સરકારી કામગીરી ઓ પૂરી પડાઈ જેનો જનતા એ મોટી સંખ્યામાં ભાગ લીધો
કલોલ ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર એ પણ મેડિકલ ની સુવિધા નો લાભ લીધો.