કલોલમાં તસ્કરો બેફામ,દુકાન-ઘરના તાળા તોડ્યાકલોલમાં ઠંડા પીણા અને અનાજ કરિયાણાની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. ચોરોએ એન.કે. કોર્નર નામની કરિયાણાની દુકાનનું શટર તોડિને ડ્રોવરમાં રાખેલી રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા. જેની ફરિયાદ કલોલ પોલીસ મથકે નોંધાવવામાં આવી છે. બીજી તરફ કલોલ મહેન્દ્ર મીલ રોડ પર આવેલી ગણેશ સોસાયટીમાં બંધ મકાનના પણ તસ્કરો એ તાળા તોડી ચોરી કરી હતી.કલોલની આયોજન નગર સોસાયટીના નાકે આવેલી એન.કે. કોર્નર નામની કરિયાણાની દુકાનનું શટર તોડિને દુકાનના ડ્રોવરમાં રાખેલા 10,000 રૂપિયા રોકડા લઈને ચોર ફરાર થઈ ગયા હતા.દુકાનનું શટર તુટેલુ જોઇને પાડોશીઓ દ્વારા દુકાન માલિકને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ દુકાન માલિક ઇબ્બાહી ઘાંચીએ સમગ્ર મામલે કલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે.