- પી એસ આઈ ની નિષ્ક્રિયતા સામે વેપારીઓનો આક્ષેપ
- આરોપીઓ ન પકડાય ત્યાં સુધી દુકાનો બંધ રાખવા વેપારીઓ મક્કમ
કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં દિનપ્રતિદિન અસામાજિક તત્વોની રંજાડ ના લીધે વેપારીઓમાં ભય ફેલાયો છે આ અગાઉના પી એસ આઈ દ્વારા કડકાઈ દાખવતા અનિષ્ઠ તત્વો ભૂગર્ભ માં ઉત્રી ગયા હતા પરંતુ નવા પી એસ આઈ નિષ્ક્રિય રહેતા આવા તત્વો એ ફરી માથું ઉચક્યું હોવાના કારણે વોકીંગ કરવા જતાં વેપારી અગ્રણી પર હુમલો કરી હુમલા ખોર નાસી છૂટયા ના વેપારીઓએ આક્ષેપ કર્યા હતા અને પોતાના ધંધા રોજગાર બંધ રાખી વેપારી પર થયેલા હુમલાને વખોડી કાઢયો હતો.
કાંકરેજ તાલુકાના એકમાત્ર થરા વેપારી મથક અસામાજિક તત્વોના કારણે તુટી રહ્યું છે પોલીસ નો ડર ના હોય આવા તત્વો જાહેર માર્ગ પર વેપારીઓ પર હુમલા કરી નાસી રહ્યા છે ત્યારે તેવો જ કિસ્સો રવિવારની સાંજે થરા ના મરચાના ના વેપારી તથા થરા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને હાલ જિલ્લા પોલીસ સલાહકાર સમિતિના સભ્ય એવા કનુભાઈ ભોગીલાલ ઠક્કર તેમના મિત્ર અને નગરપાલિકાના લઘુ બંધુ નિવૃત્ત ફૌજી સિધરજસિહ વાઘેલાની સાથે સાંજના સમયે ટોટાણા રોડ પર નિયમિત વોકિગમાંથી પરત આવતા હતા ત્યારે બે બાઇક પર આવેલા ચાર અજાણ્યા ઈસમોએ વેપારી કનુભાઈ ઠક્કરને ધક્કો મારી પાડી દીધા હતા અને ધોકા વડે હાથ પગ પર અને માથામાં મારવાનું શરુ કરતા તેમની સાથેના મિત્ર સિધ્ધરાજસિહ વાઘેલાએ બચાવવા નો પ્રયત્ન કરતા તેમની સામે પણ છરી વિંજવાનું શરૂ કર્યા તેવો પણ હેબતાઈ ગયા હતા અને ત્યારે આજુબાજુના લોકો અને વાહનની અવરજવર ચાલુ થતાં અજાણ્યા હુમલાખોરો ત્યાંથી નાસી છૂટયા હતા આ બાબતની જાણ થરા પોલીસને પોલીસ સ્ટેશને જઈને કરાતાં સાંજના સમયે અરજી લીધી હતી પી એસ આઈ આર જે ચૌધરી ને જાણ કરાતાં તેવો આવ્યા ન હતા તેમને કોઈ મહેમાન હતા તેવું વેપારીને જણાવ્યું હતું
ત્યારે બીજા દિવસે આ ઘટના ના ઘેર પ્રત્યાઘાતો પડ્યા હતા અને વેપારી અગ્રણી પર થયેલા હુમલાના વિરોધમાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી બહુચર માતાના મંદિરે નગરપાલિકાના પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા ,તથા થરાના વેપારી અગ્રણીઓની ઉપસ્થિતિમાં મીટીંગ કરી હતી અને પગપાળા પોલીસ મથકે પહોંચી પી એસ આઈ આર જે ચૌધરી ને આવેદન પત્ર આપી આરોપીઓ ને પકડી પાડવા રજૂઆત કરી હતી અને આવેદનમાં ઉલ્લેખ કર્યો હતો કે જો આરોપીઓને નહિ પક્ડો તો અમે અમારી દુકાનો ખોલિશું નહિ અને આંદોલન કરશું
આ અંગે હુમલાનો ભોગ બનનાર વેપારી કનુભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં અસામાજિક તત્વો નો રાફડો ફાટ્યો છે તેને કાયદાની કોઈ બીક નથી રવિવારની સાંજે હું મિત્ર સાથે વોકિગ માંથી પરત આવતો હતો ત્યારે અજાણ્યા ચાર ઈસમોએ મારા પર માર મારવા તુટી પડ્યા હતા અને નાસી છૂટયા હતા આમ જાહેરમાં વેપારીઓ પર હુમલા કરે છે તેને ડામવાની જરૂર છે પોલીસે સક્રિય થવાની જરૂર છે આવા જ હુમલા થશે તો વેપારીઓ થરા છોડી બીજે સ્થાયી થશે.