
કલોલ કે.જી.એમ.ગર્લ્સ સ્કૂલ પાસે તળાવ ખાતે સર્વાંગી કલ્યાણ અને સર્વાંગી વિકાસ માટે નિરંતર કાર્યરત મોદી સરકાર ના મિશન સ્વચ્છ ભારતના અનુસંધાને આજ રોજ કલોલ શહેર ખાતે સરકારની ગ્રાન્ટ માંથી અત્યાધુનિક “પે એન્ડ યુઝ” શૌચાલયના 19.42 લાખના કામનું લોકાર્પણ કલોલ ના ધારાસભ્ય લક્ષ્મણજી પૂજાજી (બકાજી) ઠાકોર ના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે કલોલ નગરપાલિકાના પ્રમુખ ઉર્વશીબેન પટેલ, કલોલ નગરપાલિકાના બાંધકામ શાખાના ચેરમેન પ્રકાશભાઈ વરગડે , સેનેટરી કમિટીના ચેરમેન હિમાક્ષી બેન સોલંકી, વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલરો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા


