આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ક્લોલ પી.આઇના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ખાનગી રાહે મળી હતી કે ક્લોલના નવજીવન શોપિંગમાં રેમન્ડ શોરૂમ ની સામે આવેલ નાયક શિવાલાલ મોહનલાલ નામની દુકાનમાં પ્રતિબંધિત સિગરેટનું વેચાણ ચાલી રહ્યું છે. જે બાતમીના આધારે પોલીસે તે જગ્યાએ દરોડો પાડયો હતો. જેમાં પોલીસને રૂ. 7400 ની કિંમતના પ્રતિબંધિત સિગરેટના વિવિધ બ્રાન્ડના 33 પેકેટ મળી આવ્યા હતા. આ અંગે પોલીસે દુકાન ચાલક નિકુંજ ચંદુલાલ નાયક રહે. કલ્યાણપુરા ને ઝડપી પાડી તેના સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે દરોડા ના બીજા બનાવવામાં પોલીસે બાતમીના આધારે ક્લોલ ટાવર ચોક પાસે આવેલ શરમ પાન હાઉસમાં દરોડો પાડ્યો હતો. જેમાંથી પોલીસને રૂ. 3000 ની કિંમતના 11 પ્રતિબંધિત સિગરેટના પેકેટ મળી આવ્યા હતા. પોલીસે આ અંગે પાર્લર ચાલક સરફરાજ જમાલભાઈ ઘાંચી રહે. ઘાંચીવાડ મસ્જિદ રોડ, અંજુમન સ્કૂલની સામે ક્લોલ ને . ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. . ઉલ્લેખનીય છે કે પોલીસના આ
બે દરોડાના પગલે ગેરકાનૂની પ્રતિબંધિત સિગરેટ વેચનારા લોકોમાં ફાફડાટ વ્યાપી
ગયો હતો.
અહેવાલ સંજય નાયક