આથી કલોલ શહેરના વોર્ડ નંબર 1, 2, અને 6 ના નગરજનો માટે સાંસદ અમિતભાઈ શાહના માર્ગદર્શન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સી.એસ.આર પ્રોજેક્ટ અંતર્ગત નાગરિકોના ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ તથા વિવિધ યોજનાઓના લાભ માટે દિશા સેચ્યુરેશન કેમ્પ કે જેમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, જનની સુરક્ષા યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, ની ક્ષય પોષણ સહાય યોજના, વૈદિકીય સહાય યોજના, એનએસએફ રેશનકાર્ડ યોજના, આવાસ યોજના, ફેરીયા સહાય વિગેરે જેવી સહાય તથા તાજેતરમાં થયેલ સર્વે મુજબના લાભાર્થીઓને તે મુજબની સરકારી યોજનાઓના લાભ આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે
આ યોજનાના કેમ્પનું આયોજન ગાયત્રી મંદિરના હોલ ખાતે આજ રોજ સવારે 9:00 કલાકે શરૂ થનાર હોય અને સાંજે 5:00 વાગ્યા સુધી ચાલુ રહેલ.
વોર્ડ નંબર 1,2,અને 6 ના તમામ લોકો એ આ મેડિકલ કેમ્પનો પરિવાર સહિત લાભ લીધો હતો.
અહેવાલ : સંજય નાયક કલોલ