સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ કલોલ નગર દ્વારા પૂર્વ વિસ્તાર માં આવેલ શાંતિનિકેતન વિધાવિહાર શાળા માં ૧૧ સપ્ટેમ્બર દિગ્વિજય દિવસ ની ઊજવણી ના ભાગરૂપે “દિગ્વિજય દિવસ વકતૃત્વ સ્પર્ધા ” નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૯ થી ૧૨ ના ૧૪ વિધાર્થીઓએ ભાગ લીધો હતો અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક ને શિલ્ડ આપી પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ જે.કે પટેલ ,જિલ્લા મંત્રી ભરતભાઈ સોલંકી, કલોલ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભુપેન્દ્રભાઈ પટેલ , યુવા બોર્ડ સંયોજક રાજન જાદવ , શાળા ના આચાર્ય અરવિંદભાઈ પટેલ અને શિક્ષકગણ સહિત વિધાર્થી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..