




કલોલ શહેર ભાજપ
સંગઠનના પ્રમુખ જે કે પટેલના જન્મદિવસ કલોલ શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ સંજયભાઈ શર્મા યુવા મોરચા પ્રમુખ સંયમ પટેલ ,શક્તિ કેન્દ્રના પ્રમુખ પંકજ રાજપુત દ્વારા કલોલ શહેર ભાજપ કાર્યાલય ખાતે કલોલ શહેર ભાજપ સંગઠન દ્વારા જન્મદિવસ નિમિત્તે કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો દ્વારા ફટાકડા ફોડી કેક કાપી જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
જન્મદિવસની ઉજવણી ના પ્રસંગે કલોલ શહેર ના ધારાસભ્ય લક્ષ્મણજી (બકાજી)ઠાકોર, કલોલ શહેર પાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલ, કલોલ પાલિકા ઉપપ્રમુખ
મુકુંદભાઈ, કલોલ શહેર ભાજપ સંગઠનના મહામંત્રી ધર્મેન્દ્રભાઈ તેમજ નરેશભાઈ પ્રજાપતિ, તેમજ કલોલ શહેર ભાજપ સંગઠનના વિવિધ હોદ્દેદારો તેમજ પાલિકા ના વિવિધ વિભાગના ચેરમેનો તેમજ કાઉન્સિલરો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહી ને કલોલ શહેર ભાજપ સંગઠન ના પ્રમુખ જે કે પટેલના જન્મદિવસની ઉજવણી કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
અહેવાલ
સંજય નાયક
કલોલ





