પવિત્ર શ્રાવણ (Shravan) માસ પૂર્ણ થવાને આરે છે ત્યારે કલોલનાં અનેક શિવ મંદિરોમાં વિશેષ આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેમાં શિવભક્તો દ્વારા શિવજીને પ્રસન્ન કરવા ભગવાન ભોળાનાથની (Bholenath) પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે સોસાયટીઓ અને મંદિરોમાં શિવ કથાનો (Shiv Katha) ઉત્સવ ભક્તો દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે.જેમાં વાત કરીએ તો કલોલ ખાતે આવેલા સોમેશ્વર સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શિવ કથાના વક્તા ઇન્ટરનેશનલ શીવકથાકર પૂજય ડો. લંકેશબાપુ ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે.
આ શિવ કથાની શરૂઆત શ્રાવણ વદ આઠમ થી થઈ હતી. અને શ્રાવણ વદ અમાસે પૂર્ણાહુતી થશે. આ શિવ કથામાં શિવ પ્રાગટ્ય, શિવ મહાત્મય અને પૂજા, સતી પ્રગટ્ય, માં પાર્વતી વર્ણન, હિમાલય વર્ણન, શિવ-પાર્વતીનું મિલન, શિવ-પાર્વતીના વિવાહ, તારકસુર વધ તેમજ બાર જ્યોતિલિંગ વર્ણનનું તથા અન્ય કથાના પ્રસંગોમાં આવતા પાત્રો ભજવવામાં આવ્યા હતા.
શિવ કથા ના પાચમાં દિવસે મહાદેવ ના લગ્નની જાખી કરાઈ હતી મહાદેવ ના લગ્ન વરઘોડો પંચવટી ના સોમેશ્વર મહાદેવ થી અંબિકા સોસાયટી,ખોડીયાર સોસાયટી,મારુતિ સોસાયટી, રામવાડી, શુભાંગણ બંગલો થી કથા સ્થાને પોહચી જેમાં ભક્તો ને ડી.જે ના તાલે ઝૂમી ઊઠયા હતા આ પાવન પર્વ માં વેશભૂષા માં નંદી તેમજ ભૂત અને વાંદરા ની વેશભૂષા ભજવી હતી આ પ્રસંગ માં બ્રહ્મા તેમજ બ્રહ્માની તરીકે પ્રજાપતિ મનુભાઈ હરગોવનદાસ અને અર્ચનાબેન મનુભાઈ જ્યારે વિષ્ણુ ભગવાન તરીકે પ્રકાશભાઈ પટેલ તેમજ પારૂલબેન પ્રકાશભાઈ પટેલ રહ્યા જ્યારે આ પ્રસંગ માં દેવાધિદેવ મહાદેવના પિતા તરીકે અશ્વિનકુમાર મનુભાઈ પટેલ અને માતા તરીકે ગીતાબેન અશ્વિનકુમાર પટેલ બન્યા હતા, જ્યારે મહાદેવના ની ભૂમિકા તરીકે યોગેશકુમાર હસમુખલાલ તેમજ માતા પાર્વતી ની ભૂમિકા માં નીમાબેન યોગેશકુમારે ખુબજ સહજ તાથી આ લગ્ન ને આબેહૂબ આવનારા તમામ ભાવિ ભક્તો માં આકર્ષણ નું કેન્દ્ર રહ્યા હતા.
આ પાવન પર્વમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ પણ આઅલૌકિક પ્રસંગ માં હાજરી આપી