
કલોલ : કલોલમાં રહેતી યુવતી ઇન્સ્ટ્રાગ્રામથી એક યુવકના સંપર્કમાં આવી હતી અને ત્યારબાદ બે વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા અને આ પ્રેમ સંબંધમાં યુવકે યુવતીના ફોટા પાડયા હતા અને આ ફોટા વાયરલ કરવાની ધમકી આપતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તેના પગલે પોલીસે યુવક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.
આજકાલ સોશિયલ મીડિયા નો યુગ ચાલી રહ્યો છે અને તેમાંય યુવક યુવતીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવે છે અને ત્યારબાદ પ્રેમ સંબંધ થતાં ક્યારેક આ પ્રેમ લગ્નમાં પરિણામે છે તો ક્યારેક એકબીજા સામે આક્ષેપોનો મારો ચલાવવામાં આવતો જ હોય છે તો ક્યારેક અંગત પળો ના ફોટા વાયરલ કરવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પણ પહોંચતો હોય છે તારે આવો જ બનાવ કલોલની યુવતી સાથે બન્યો છે કલોલમાં રહેતી એક યુવતી ઇન્સ્ટ્રાગ્રામના માધ્યમથી ધોળકામાં રહેતા હિરેન મનુભાઈ પટેલના સંપર્કમાં આવી હતી ત્યારબાદ બંને વચ્ચે ફોન નંબરની આપ-લે થઈ હતી અને તેઓ ફોનથી વાતો કરતા હતા અને વોટએપથી ચેટ કરતા હતા અને ધીરે ધીરે આ મામલો પ્રેમમાં પરિણમ્યો હતો ત્યારબાદ યુવક યુવતીને ગેસ્ટ હાઉસમાં લઈ જઈને બળજબરી કરી હતી જેનો યુવતીએ વિરોધ કર્યો હતો ત્યારબાદ યુવકે માફી માંગતા યુવતીએ તેને માફ કર્યો હતો અને ફરીથી સંબંધો સ્થાપિત થયા હતા ત્યારબાદ યુવકે વિડીયો કોલ માં યુવતી ના ફોટા પાડી લીધા હતા અને આ ફોટા તેણે યુવતીના બનેવીને મોકલી આપ્યા હતા અને ધમકી આપી હતી કે યુવતી મને સોંપી દો નહીતર હું આ વિડીયો વાયરલ કરી દઈશ તેમ કહેતા યુવતી પોલીસ મથકે દોડી ગઈ હતી અને જ્યાં તેણે હિરેન મનુભાઈ પટેલ નામના યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.