
ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા નાં અધ્યક્ષ સ્થાને અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પટાટ ની ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક સંઘની વેરાવળ ખાતે કારોબારીની બેઠક યોજાઇ હતી જેમાં ગીર સોમનાથ જિલ્લાનાં પ્રાથમિક શિક્ષક સંઘની ત્રણ વર્ષની ટર્મ પૂરી થતાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદે અનિલભાઈ પંપાણિયા, ઉપ પ્રમુખ પદે દિપકભાઈ સોલંકી અને મહામંત્રી મંત્રી તરીકે કિરીટભાઇ ઝાલા ની બિનહરીફ વરણી કરવામાં આવી.
આ તકે ઉપસ્થિત સૌએ ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની નવી ટીમ રચનાને ઉત્સાહભેર વધાવીને ફુલહાર તેમજ શાલ ઓઢાડીને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.



