સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આયુષ્યમાન ભવ પ્રોગ્રામ અંતર્ગત આરોગ્ય મેળાનું આયોજન કરાયું જેમાં જનરલ ફિઝિશિયન સર્જન ઓર્થોપેડિક,પીડિયાટ્રીશિયાં ,ચામડીના રોગો, માનસિક રોગો, કાનનાકગળા ના ડોકટર ગાયનેકોલોજિસ્ટ દ્વારા આ મેડિકલ કેમ્પ મા ફ્રી ટ્રીટમેન્ટ દર્દીઓ ને આપવામાં આવી
આ આયુષ્યમાન ભવ કાર્યક્રમ માં ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અશોક વૈષ્ણવ, કલોલ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ શીલાબેન ક્લાસ્મા, સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ભાવિકાબેન, ખાસ ફરજપરના અધિકારી ડો.ચેતનભાઈ વ્યાસ અને રોગી કલ્યાણ સમિતિના અશોકસિંહ છાબડા દ્વારા કેમ્પ ના લાભાર્થી ની તપાસ કરાઈ
આ કેમ્પ દરમિયાન રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ તાલુકાના ટીબી ના દર્દીઓ ને અરવિંદ ફાઉન્ડેશન અને ડેનિશ કંપની દ્વારા ઘવનો લોટ, તેલ,ગોળ,કઠોળ,સાકાર, ઘી અને પ્રોટીન યુક્ત પાવડર ની કીટ બનાવી લાભાર્થી ને આપવામાં આવી આ કાર્યક્રમ મા આમુહિક આરોગ્ય કેન્દ્ર કલોલ ના મેડિકલ ઓફિસર, ડોકટર સ્ટાફ, તમામ સ્ટાફ નર્સ અને હોસ્પિટલ ના તમામ કર્મચારી અને સફાઈ કર્મચારી એ તનતોડ મેહનત કરી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો