Buoyant Bharat: Epitomizing Change ના શીર્ષક હેઠળ The H B Kapadia New High School, Chhatral દ્વારા કલોલના ભારત માતા ટાઉનહોલમાં એક અનોખો વાર્ષિક મહોત્સવ ઉજવાઈ ગયો. જેની અંદર પહેલા ના સમયમાં કેવું ભારત હતું? કેવું ભારત બની રહ્યું છે? અને કેવું ભારત બનશે? એ દર્શાવવાનો પૂરો પ્રયત્ન થયો. આ કાર્યક્રમમાં નર્સરી થી લઈને ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
આ કાર્યક્રમમાં કડી બ્રાન્ચ, છત્રાલ બ્રાન્ચ અને ઇફકો બ્રાન્ચ નો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. આ કાર્યક્રમમાં સંગીત, નાટક, અભિનય ગીત, યજ્ઞનું મહત્વ, ખેલ- કૂદનું મહત્વ, પ્રાણીઓ માટે દયાભાવ તથા ભારતીય સંસ્કૃતિ ને દર્શાવતા વિષયોને લઈને અદ્ભુત કાર્યક્રમ થયો. આ કાર્યક્રમમાં 480 જેટલા બાળકોએ ભાગ લીધો જે એક મોટી સંખ્યા કહી શકાય. આ કાર્યક્રમમાં બધા મળીને લગભગ 1600 જેટલા પ્રેક્ષકો હાજર રહ્યા. આ કાર્યક્રમમાં ઇફકો સંસ્થા(કલોલ યુનિટ)ના ડાયરેક્ટર અને હેડ ડી. જી. ઇનામદાર સાહેબ, કલોલ તાલુકા પોલીસ સ્ટેશન ના પી.આઇ બુધેલીયા સાહેબ, કલોલ રેડ ક્રોસ સંસ્થાના મુખ્ય સાહેબ દિલીપભાઈ એડવોકેટ રાવ સાહેબ જેવા અગ્રણી વ્યક્તિઓએ હાજરી આપી કાર્યક્રમને બિરદાવ્યો હતો.સાથે -સાથે એચ.બી. કે સંસ્થાની અન્ય શાખાઓના પ્રિન્સિપલ પણ હાજર રહ્યા હતાં .
આ કાર્યક્રમમાં અનેક સામાજિક સંસ્થાઓના કાર્યકરો હાજર હતાં. સંસ્થાના ટ્રસ્ટી શાશ્વત કાપડિયા સાહેબ પોતે સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા અને પોતાના ઉદબોધનમાં વિદ્યાર્થીઓને અગ્રેસર બનવાની પ્રેરણા આપી હતી. સંસ્થાના પ્રિન્સિપાલ શ્રીમતી મીનલ રાઠોર મેડમ પોતે ખડે પગે રહી કાર્યક્રમને વેગ આપ્યો હતો અને પોતાના વક્તવ્યમાં સંસ્થા માટે કામ કરનાર તમામ વ્યક્તિઓ તથા પધારેલ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
HBK સ્કૂલની ઇફકો બ્રાન્ચ ના પ્રિન્સિપાલ શ્રીમતી નીસરીન કક્કાઈ મેડમ એ પણ વક્તવ્ય આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમમાં દુર્ગા માતાનો પુણ્યપ્રકોપ, શિવ તાંડવ, ગરબાની રમઝટ, ગોતીલો ગીતની ગૂંજ થી કલોલ ટાઉનહોલ માં હાજર દરેક પ્રેક્ષક આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કાર્યક્રમના અંતે, આવેલ દરેક વ્યક્તિ માટે સંસ્થાએ સ્વરૂચી ભોજન નું આયોજન કર્યું હતું.